1 ડિસેમ્બર : આજે દેશના સીમા સુરક્ષા દળનો સ્થાપના દિવસ ઇતિહાસના પન્નાઓને ઉથલાવીએ તો જાણવા મળે કે દેશ અને દુનિયામાં 1 ડિસેમ્બરના દિવસે અનેક ઘટનાઓ ઘટી છે. તેમાંની એક મહત્વની બાબત જોઈએ તો ભારતના સીમા સુરક્ષા દળ એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બી.એસ.એફ.)ની સ્થાપના કરવામાં આવી હતી. સીમા સુરક્ષા દળ એ ભારતીય થલ સેનાનો એક વિભાગ છે. આ દળની સ્થાપના ઈ.સ. 1965ના વર્ષમાં કરવામાં આવી હતી. આ દળની મુખ્ય જવાબદારી દેશની આંતરરાષ્ટ્રીય સરહદો પર સતત નજર રાખવાની છે. તો એક નજર કરીએ બી.એસ.એફ.ના સ્થાપના દિવસે તેમની કામગીરી પર. સીમા સુરક્ષા દળ એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ ભારતનું એક પ્રમુખ અર્ધસૈનિક દળ છે અને વિશ્વનું સૌથી મોટું સીમા રક્ષક દળ છે. આ દળની સ્થાપના આજની તારીખે એટલે કે 1 ડિસેમ્બર, 1965માં કરવામાં આવી હતી. આ દળની મુખ્ય જવાબદારી ભારતની આંતરરાષ્ટ્રીય સીમા પર સતત નજર રાખવાની, ભારત ભૂમીની રક્ષા અને આંતરષ્ટ્રીય ગુનાઓને રોકવાની છે. બી.એસ.એફ.ની બટાલિયન ટુકડીઓ 6,385.36 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરદહની સુરક્ષા કરે છે. સીમાવર્તી વિસ્તારોમાં રહેનાર લોકોમાં સુરક્ષા જાગૃતિ ફેલાવવાની જવાબદારી પણ સીમા સુરક્ષા દળને સોંપવામાં આવી છે. આ ઉપરાંત, સરદહ પર થતાં ગુનાઓ જેવા કે ચોરી-લૂંટફાટ, ઘુષણખોરી તથા અન્ય ગેરકાયદેસર ગતિવિધિઓને રોકવાની જવાબદારી પણ આ દળને શિરે રાખવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..