મોરબી : મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજના લોકો માટે આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં અગાઉ ડોક્યુમેન્ટ જમા કરાવેલ હોય તેવા લોકોએ હાજર રહેવાનું રહેશે. સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા 600થી વધુ આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટેનો કેમ્પ આગામી તા. 02-12-2021નાં રોજ સવારે ૯થી સાંજે ૬ વાગ્યા સુધી મોરબી તાલુકા પંચાયત કચેરી ખાતે રાખવામાં આવેલ છે. જે ભૂદેવોએ આયુષ્યમાન કાર્ડ માટેના ડોક્યુમેન્ટ જમા કરાવેલ છે, તે બધા ભૂદેવોએ આ સમયગાળા દરમિયાન હાજરી આપવાની રહેશે. એવું સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ કિશોરભાઈ શુક્લ, મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને અમૂલભાઈ જોષીની યાદીમાં જણાવવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..