મોરબી : મોરબી જિલ્લામાં કોરોના રસીકરણ માટે આજથી 10 સ્થળોએ રાત્રી શેસન રાખવામાં આવ્યું છે. મોરબી જીલ્લાના લોકોની સમયની અનુકુળતા તેમજ કોરોનાના નવા વેરિયન્ટની ગંભીરતાને ધ્યાને લેતા મોરબી જિલ્લામાં દિવસ દરમ્યાન આયોજન કરેલ કોરોના રસીકરણનો શેસન ઉપરાંત જુદા-જુદા કુલ 10 સેન્ટરો ઉપર કોરોના રસીકરણનાં રાત્રી શેસનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેન્ટરોમાં રાત્રીના 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીનાં સમય સુધી કોરોના રસીકરણ કરવામાં આવશે. તો મોરબી જિલ્લાનાં 18 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા લોકોને કે જેમને કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લેવાનો બાકી હોય તેવા તમામ લોકો તેમજ બીજો ડોઝ લેવાનો સમય થઇ ગયેલ હોય અને બીજા ડોઝ લીધેલ ન હોય તેવા તમામ લોકોને સમયસર કોરોના રસીકરણ કરાવવા મોરબી જીલ્લા પંચાયત, આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારિયા તથા મુખ્ય જીલ્લા આરોગ્ય અધીકારી ડો. જે. એમ. કતીરા તેમજ જીલ્લા આર.સી.એચ. અધીકારી ડો. વિપુલ કારોલીયા તથા જિલ્લા એપેડેમિક અધિકારી ડો. ચેતન વારેવડિયા મોરબી જીલ્લાનાં આવા કોરોના રસીકરણનાં તમામ લાભાર્થીઓને અપીલ કરેલ છે. કોરોના રસીકરણનાં રાત્રી શેસન સિવિલ હોસ્પીટલ મોરબી, સબ ડીસ્ટ્રીકટ હોસ્પીટલ વાંકાનેર, સબ ડીસ્ટ્રીકટ હોસ્પીટલ હળવદ, સામુહીક આરોગ્ય કેન્દ્ર માળિયા, સામુહીક આરોગ્ય કેન્દ્ર ટંકારા, સામુહિક આરોગ્ય કેન્દ્ર ચરાડવા, અર્બન હેલ્થ સેન્ટર લીલાપર રોડ (પરસોતમ ચોક), અર્બન હેલ્થ સેન્ટર સો ઓરડી, અર્બન હેલ્થ સેન્ટર ગોકુલનગર, સબ સેન્ટર રવાપર ખાતે યોજાશે. તેમ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, જીલ્લા પંચાયત મોરબીની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..