ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ અધિક જિલ્લા કલેક્ટરનું જાહેરનામું મોરબી : આવનારી મોરબી જિલ્લાની ચૂંટણી લડનાર ઉમેદવારો ઉમેદવારી પત્રો રજૂ કરતા સમયે 4થી વધુ લોકોને સાથે નહીં રાખી શકે તથા 100 મીટરના વિસ્તારમાં વધુમાં વધુ ત્રણ વાહનો સાથે જ પ્રવેશી શકશે. મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણી-૨૦૨૧ અન્વયે તા.૧૯/૧૨/૨૧ના રોજ મતદાન થનાર છે. જેને ધ્યાને લઇ મોરબી જિલ્લામાં ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર રજૂ કરતા સમયે ચૂંટણી અધિકારીની કચેરીમાં અવ્યવસ્થા અને ઓવર ક્રાઉડીંગની પરિસ્થિતી ઉભી ન થાય તે માટે મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછારે કોઇપણ સૂચિત ઉમેદવારે તેમના ટેકેદારો, દરખાસ્ત કરનાર કે સમર્થકો સાથે ચારથી વધુ સંખ્યામાં ચૂંટણી અધિકારી/નિર્દિષ્ટ મદદનિશ ચૂંટણી અધિકારની કચેરીમાં પ્રવેશ ન કરવા જણાવેલ છે. ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે કરવામાં આવેલ આ હુકમમાં જણાવ્યા પ્રમાણે ચૂંટણી માટેના ઉમેદવારી પત્રો રજૂ કરવા સમયે ચૂંટણી અધિકારી / નિર્દિષ્ટ મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં સૂચિત ઉમેદવારે તેમના ટેકેદારો, દરખાસ્ત કરનાર કે સમર્થકો સાથે ચાર થી વધુ સંખ્યામાં પ્રવેશ કરી શકશે નહી. આ ઉપરાંત ઉમેદવારી પત્ર રજૂ કરવા આવતા સમયે ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરી આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં વધુ માં વધુ ત્રણ વાહનો સાથે પ્રવેશી શકાશે. ત્રણ થી વધુ વાહનો સાથે કચેરીના ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઇએ પ્રવેશવું નહી.આ સુચનાઓનો અમલ ઉમેદવારે જયારે તેઓનું ચૂંટાયા અંગેનું પ્રમાણપત્ર લેવા આવે ત્યારે પણ કરવાનો રહેશે તથા ઉપર્યુક્ત કામે ઉપયોગમાં લેવાયેલ વાહનોના ખર્ચ ઉમેદવારના ખર્ચમાં ઉધારવાનો રહેશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..