ખનીજ માફિયાઓ સાથેની મિલીભગતના કારણે ખનીજ ચોરી બેફામ બન્યાના આક્ષેપ સાથે 'આપ' નું જિલ્લા કલેકટર આવેદન મોરબી : મોરબી જિલ્લાના હળવદ,માળિયા-મિયાંણા, ટંકારા, વાંકાનેર તાલુકા વિસ્તારમાં ખનિજ ચોરી ખુલ્લે આમ ચાલી રહી છે. બેફામ ખનીજ ચોરીને કારણે કુદરતી સંપદાને ભારે નુકસાન પહોંચે છે. આથી ખનીજ માફિયાઓ સાથેની મિલીભગતના કારણે ખનીજ ચોરી બેફામ બન્યાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીએ જિલ્લા કલેકટર આવેદન આપી ખનીજ ચોરી ન અટકવાઈ તો આંદોલનની ચીમકી આપી છે. મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીની ટીમે આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ જડેશ્વર મહાદેવ મંદિરની આસપાસના ડુંગરાળ વિસ્તારના ગૌચર,સરકારી ખરબાઓમાં ખનિજ માફિયાઓ છેલ્લા એકાદ વર્ષથી માટી,મોરમ કાઢી રહ્યા છે.જેથી સરકારી તિજોરીને પણ મસમોટું નુકશાન થઈ રહ્યું છે. વાંકાનેર જડેશ્વર મહાદેવ મંદિર તેમજ વાંકાનેર તાલુકાના પાડધરા,માટેલ, ભીમગુંડા, ચિત્રખડા, લુણસરિયા-થાન રોડ પરથી પણ ખનિજ માફિયાઓ બેરોકટોક રાત-દિવસ ખનિજ ચોરીના માલનું વહન કરી રહ્યા છે. આ ખનિજ ચોરીના માલનું વહન કરવા માટે ખનિજ માફિયાઓ મસમોટા હપ્તાઓ આપતા હોવાનો આક્ષેપ કરી તાત્કાલિક ધોરણે મોરબી જિલ્લામાં કુદરતી સંપત્તિની ગેરકાયદેસર ચાલતી લૂંટ અટકાવવાની માંગ કરી છે. અન્યથા આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા ટીમ જિલ્લા કલેકટર કચેરી બહાર ખનિજ ચોરી અટકાવવા માટે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..