મોરબી : લાયન્સ કલબ ઓફ મોરબી સિટી તેમજ ચિત્રા હનુમાન ધૂન મંડળ દ્વારા વૃદ્ધાશ્રમ ખાતે રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોરબીના શોભેશ્વર રોડ પર વૃદ્ધાશ્રમ ખાતે હંગર પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો. જેમાં વૃદ્ધાશ્રમના વડીલોને એક માસ ચાલે તેટલું તેલ, ઘી, ગોળ અને જુવાર જેવી ખાદ્ય સામગ્રી આપવામાં આવી હતી. આ હંગર પ્રોજેક્ટના દાતા તરીકે ચિત્રા હનુમાન ધૂન મંડળ તરફથી આર્થિક સહયોગ મળેલ હતો. આ પ્રસંગે લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના પ્રમુખ ટી. સી. ફુલતરિયા, ખજાનચી નાનજીભાઇ મોરડિયા, મહાદેવભાઈ ચીખલિયા, ડિસ્ટ્રિક્ટ 3232Jના રીજિયન-2ના રીજીયન ચેરપર્સન PMJF રમેશભાઇ રૂપાલા હાજર રહેલ હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..