રાત્રે વાગ્યા 12 સુધી રેસ્ટોરાં ખુલ્લી રાખવા છૂટ મોરબી : રાજ્ય સરકાર દ્વારા 30 નવેમ્બરે કોરોના અંગેની ગાઈડ લાઇન પૂર્ણ થતી હોય આજે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે જે અન્વયે રાત્રે 11 વાગ્યા સુધી જ રેસ્ટોરાં ખુલ્લી રાખી શકાતી હતી તેને બદલે હવે વધુ 1 કલાકનો સમય અપાયો છે. ઉપરાંત આઠ મહાનગરમાં રાત્રીના 1 વાગ્યાથી કરફ્યુ અમલી બનશે. કોરોના મહામારીની બીજી લહેર ખતમ થઈ હોય તેવી સ્થિતિ વચ્ચે સરકાર દ્વારા આજે નવી માર્ગદર્શિકા અમલી બનાવી છૂટછાટ આપવામાં આવી છે. દિવાળી બાદ કોરોનાના કેસમાં ખાસ વધારો ન થતા 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂમાં 1 કલાકનો ઘટાડ્યો છે. હવે રાત્રે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. જ્યારે રેસ્ટોરાંને રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. નવી ગાઈડલાઈન 1લી ડિસેમ્બરથી 12 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. ઉપરાંત લગ્નમાં ખુલ્લા અથવા બંધ સ્થળે 400 લોકોને છૂટ લગ્ન માટે ડિજીટલ ગુ.પોર્ટલ પર નોંધણીની જોગવાઇ યથાવત રાખવામાં આવી છે.