મોરબીના આમરણ ગામે કુઝર ગાડીના ધંધાર્થીઓ વચ્ચે ધંધાકીય હરીફાઈમાં ડખ્ખો, સામસામી ફરિયાદ મોરબી : મોરબીના આમરણ ગામે કુઝર ગાડીના ધંધાર્થીઓ વચ્ચે ધંધાકીય હરીફાઈમાં ડખ્ખો થયો હતો.જેમાં ક્રુઝરમાં પેસેન્જર ભરવા મામલે બે ધંધાર્થી જૂથ વચ્ચે ઘાતક હથિયારો સાથે બઘડાટી બોલી ગઈ હતી.આ મારામારીમાં સાત વ્યક્તિઓ ઘાયલ થતા આ તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ બનાવ અંગે બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે. મોરબીના આમરણ ગામે રહેતા આસિફમિયા અબ્બાસમિયા બુખારીએ આરોપીઓ જાવીદમિયા બસીરમીયા બુખારી, યાસીનમિયા બળુમિયા બુખારી, વસિમિયા કાદરમિયા બુખારી, આરીફમિયા ઉર્ફે જીંગો અલ્લારખા બુખારી, નજીરમિયા બસીરમિયા બુખારી સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ ફરિયાદીના ભાઈ ઇંદ્રિશમિયા સાથે અગાઉ કુઝરમાં પેસેન્જર ભરવા બાબતે થયેલા ડખ્ખાનો ખાર રાખી ફરિયાદીના પક્ષ ઉપર લોખડના પાઇપ અને ધોકા સાથે તૂટી પડ્યા હતા.જેમાં આરોપીઓએ ફરિયાદી ઉપર લોખંડના પાઇપ તેમજ સાહેદો સલીમમિયા,તોફિકમિયા અને કાદરમિયા ઉપર લાકડાના ધોકાથી હુમલો કરીને ઇજા પહોંચાડી હતી. સામાપક્ષે જાવીદમીયા બસીરમીયા બુખારી જાતે સૈયદએ ઇદ્રીશમીયા અબ્બાસમીયા બુખારી, અસરફમીયા અબ્બાસમીયા બુખારી, ગુલામ હુસૈન અસરફમીયા બુખારી, સલીમમીયા સમસુદીન બુખારી અને સબ્બીરમીયા ઉર્ફે જમાદાર અકબરમીયા બુખારી સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, અગાઉ ક્રુજર ગાડીમાં પેસેન્જર ભરવા બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખી આરોપીઓએ લોખંડના પાઇપ, લાકડાના ધોકા સાથે આવી ક્રૂઝર ગાડી નં. જીજે ૩૭ ટી ૫૪૫૬ વાડીનો કાચ તોડી નાખ્યો હતો અને મુંઢ માર મારીને ઇજા કરી હતી તેમજ સાહેદ યાસીનમીયા બુખારી છોડાવવા આવતા તેને આરોપીઓએ લોખંડના પાઇપ વડે માર માર્યો હતો. ફરીયાદીના મામાના દિકરા વસીમમીયા બુખારીના ઘર પાસે પડેલ રીક્ષાનો કાચ તથા હુડ તોડી નાખ્યું હતું અને વસીમમીયા બુખારીને પાઇપ વડે અને સબાનાબેન બુખારીને પણ માર માર્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..