તાલુકા પોલીસ ટીમે આથો, બાટલો, બકડિયું અને દારૂ જપ્ત કર્યો : આરોપી ફરાર મોરબી : મોરબી જિલ્લામાં દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસે તવાઈ ચાલુ રાખી આમરણ નજીક ભલાભાઈ નામના શખ્સની દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો પાડી દારૂનો આથો અને દારૂ બનાવવાના સાધનો જપ્ત કર્યા હતા.જો કે આરોપી પોલીસ પકડમાં આવ્યો ન હતો. મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે આમરણથી કોઠારીયા ગામના જુના માર્ગે બેઠા પુલ નજીકથી રમેશભાઇ ઉર્ફે ભલાભાઇ મેરૂભાઇ લીંબડ રહે. આમરણ, કોળીવાસ વાળાની દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી લીધી હતી.જો કે આરોપી પોલીસને હાથ લાગ્યો ન હતો. દરોડા દરમિયાન પોલીસે પ્લાસ્ટિકના કેરબા નંગ-૦૭માં દેશીદારૂ બનાવવાનો ઠંડો આથો લીટર-140, ગેસનો ચુલો, ગેસનો બાટલો, સ્ટીલનું બકડીયુ, પતરાનું ટીપણુ મળી કૂલ કિં.રૂ.1999નો મુદામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..