તસ્કરો ટેબલના ખાનામાંથી 30 હજાર રોકડા ચોરી ગયા હળવદ : શિયાળાના પગરવ શરૂ થવાની સાથે જ હળવદમાં તસ્કરોએ દસ્તક દીધા છે જેમાં સરા રોડ ઉપર આવેલ એક એજન્સીમાં ખાતર પાડી તસ્કરો રૂપિયા 30 હજારની રોકડ ઉઠાવી જવામાં સફળ થયા છે. ચોરીની ઘટના અંગે હળવદ પોલીસ મથકમાંથી જાણવા મળતી વિગતો મુજબ હળવદના સરા રોડ ઉપર ઓમ એજન્સી નામની દુકાનમાં તા.28ની રાત્રીના તસ્કરો ટેબલના ખાનામાં રાખેલ રોકડા રૂપિયા 30 હજાર ચોરી જતા એજન્સી માલિક પીન્ટુભાઇ સુરેશભાઇ ઠક્કરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ઘટનામાં પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..