મોરબી: મોરબી જિલ્લામાં આજે સોમવારે મેગા કોરોના વેક્સિનેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જે અંતર્ગત જિલ્લામાં કુલ 196 સ્થળે કોરોનાની વેક્સિન આપવામાં આવશે. મોરબી જિલ્લામાં આજે સોમવારે અલગ-અલગ 196 સ્થળે કોરોનાની વેક્સિન આપવામાં આવશે. કોરોનાને હરાવવા માટે જિલ્લાભરમાં રસીકરણ પ્રક્રિયા ઝડપભેર ચાલી રહી છે. આ વેક્સિનેશનની પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવવા માટે સોમવારે મેગા વેક્સિનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અતંર્ગત મોરબી જિલ્લાના 196 સ્થળે કોરોના વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા દરરોજ વિવિધ સ્થળે કોરોનાની વેક્સિન આપવાનું સુદ્રઢ આયોજન કરીને લોકોને કોરોના સામેની લડાઈમાં સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે. ત્યારે સોમવારે મોરબી જિલ્લામાં મેગા વેક્સિનેશનનું આયોજન કરવામાં આવ્યું છે અને જિલ્લાના કુલ 196 સ્થળે કોરોના વેક્સિનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ 196 સ્થળોમાં મોરબી તાલુકાના 62 સ્થળો, માળીયા તાલુકાના 16 સ્થળો, વાંકાનેર તાલુકાના 54 સ્થળો, ટંકારા તાલુકાના 22 સ્થળો, હળવદ તાલુકાના 42 સ્થળોનો સમાવેશ થાય છે. જિલ્લામાં આવતીકાલે 25450 કોવિશિલ્ડ વેક્સિનના ડોઝ અને 4650 કોવેક્સિન વેક્સિનના ડોઝ આપવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..