વિદ્યાર્થીઓએ જંગલનું ભ્રમણ કરી વિવિધ વનસ્પતિની ઓળખ મેળવી ટંકારા : સામાજિક વનીકરણ રેંજ -ટંકારા ,સામાજીક વનીકરણ વિભાગ -રાજકોટ દ્વારા પ્રાકૃતીક શીક્ષણ શીબીરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહુચર વિદ્યાલય- મીતાણા હાઈસ્કૂલના બાળકોએ ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓએ જંગલનું ભ્રમણ કરી વિવિધ વનસ્પતિની ઓળખ મેળવી હતી. આજે ઔદ્યોગિકરણ, વધતા જતા સિમેન્ટના જંગલોને કારણે કુદરતે બક્ષેલ કુદરતી પર્યાવરણ અને જંગલોનો સોથ વાળી દીધો છે. જેનું પરિણામ આજે આપણે સૌ ભોગવી રહ્યા છીએ. આ શૈક્ષણિક શિબિરના ભાગરૂપે તમામ બાળકોએ જંગલ પણ કરેલ અને આ દરમિયાન ફોરેસ્ટ ખાતાના કર્મચારી અલ્તાફભાઈ તથા મેહુલભાઈ સંઘાણીએ જંગલ ભ્રમણ દરમ્યાન વિવિધ વનસ્પતિની ઓળખ અને તેના ઉપયોગથી બાળકોને માહિતગાર કર્યા હતા. બાળકો જંગલ, પર્યાવરણ, આહારજાળ અને જૈવ વિવિધતાથી પરિચિત થાય અને તેનું સંરક્ષણ કરે તેમજ બાળકો કુદરતની કેડીએ ચાલે તે અંગેની સમજ આ પ્રાકૃતિક શિબિરમાં આર.એફ.ઓ તનવાણી તથા આચાર્ય પ્રવિણચંદ્ર બી.વાટકિયાએ આપેલ હતી. આવી સુંદર પ્રાકૃતિક શિબિરોનું આયોજન કરવા બદલ સામાજિક વનીકરણ રેંજ- ટંકારા ,સામાજીક વનીકરણ વિભાગ -રાજકોટ તથા આર.એફ.ઓ તનવાણી અને સમગ્ર સ્ટાફનો બહુચર વિદ્યાલય મીતાણા સ્કૂલના આચાર્ય પ્રવિણચંદ્ર બી.વાટકિયાએ આભાર માન્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..