મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસે નવલખી રોડ ઉપર કુબેરનગર નજીકથી અશ્વિન નામના શખ્સને સિગ્નેચર બ્રાન્ડ દારૂની પાંચ બોટલ સાથે ઝડપી લીધો હતો. એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગર પાછળ બંધ જીનના રસ્તેથી અશ્વિનભાઇ ઉર્ફે અરવિંદભાઇ રામજીભાઇ ચાવડાને સીગ્નેચર રેરે એજેડ વ્હીસ્કી ફોર સેલ ઇન રાજસ્થાન લખેલી પાંચ બોટલ કિંમત રૂપિયા 1500 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..