મોરબી, માળીયા, ટંકારા, હળવદ અને વાંકાનેરના ટંકારાના 324 ખેડૂતોએ 26.68 લાખ પરત કર્યા મોરબી : કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને ચુકવવામાં આવતી વાર્ષિક 6000 રૂપિયા કિશાન નિધિનો મોરબીમાં ઇન્કમટેક્સ ચુકવતા ખેડૂતોએ પણ લાભ લીધો હોવાથી સરકારના આદેશ તળે 5447 જેટલા ખેડૂતોને 5 કરોડ 39 લાખ 72 હજાર જેટલી રકમ ચુકવવામાં આવી હોય તે પરત મેળવવા કાર્યવાહી શરુ થઇ છે અને હાલમાં 324 જેટલા ખેડૂતોએ આ કિશાન નિધિની 26.68 લાખ રૂપિયાની રકમ પરત ચૂકવી દીધી છે. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો સન્માનભેર જીવી શકે તે માટે કિશાન સહાય નિધિ યોજના શરૂ કરી છે જે અંતર્ગત દેશના ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા કિશાન સન્માન નિધિ તરીકે ચુકવવામાં આવે છે જેમાં મોરબી જિલ્લામાં ઇન્કમટેક્સ ચુકવતા હોય અને સારી આવક ધરાવતા 5447 ખેડૂતોએ આ યોજનાનો લાભ મેળવ્યો હોવાનું સરકારના ધ્યાને આવતા કિશાન નિધિની રકમ પરત મેળવવા કાર્યવાહી શરુ થઈ છે. જે અંતર્ગત મોરબી જિલ્લાના 324 ખેડૂતોએ હાલમાં 26.68 લાખ રૂપિયા સરકારમાં પરત જમા કરાવી દીધા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. નોંધનીય છે કે, મોરબી જિલ્લામાં ઇન્કમટેક્સ ભારત હોય તેવા 5447 ખેડૂતો પૈકી મોરબી તાલુકામાં 2086, હળવદમાં 878, માળિયામાં 798, ટંકારાના 1121 અને વાંકાનેરના 564 ખેડૂતોએ લાભ મેળવી લીધો છે જેમને આ રકમ પરત ચુકવવા સૂચના આપવામાં આવતા ઇન્કમટેક્સ ભરપાઈ કરતા ખેડૂતોમાં ફફડાટ મચી ગયો છે અને ફટાફટ આવી રકમ પરત પણ ચુકવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, અનેક કિસ્સામાં ખેડૂત પરિવારોમાં પતિ અને પત્ની બન્ને આવી કિશાન નિધિની રકમ મેળવી રહ્યા હોવાનું સરકારના ધ્યાને આવતા આવા કિસ્સામા પણ રિકવરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર હોવાના સંકેતો મળી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..