પોલીસે ઠેરઠેર દરોડો પાડી દેશીદારૂનો વેપલો કરતા બુટલેગરો ઉપર તવાઈ ઉતારી મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે પોલીસે ઠેરઠેર દરોડો પાડી દેશીદારૂનો વેપલો કરતા બુટલેગરો ઉપર તવાઈ ઉતારી હતી.જેમાં દારૂની ખેપ મારતા રૂખીબેન, કાળીબેન, રૂપાબેન, નીતાબેન, કમુબેન સહિત 11ને ઝડપી લીધા હતા અને તમામ બુટલેગરો સામે કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. મોરબી જિલ્લામાં ગઈકાલે પોલીસ દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડી હતી.જેમાં પોલીસે વાંકાનેરના સરતાનપર રોડ પર 10 લીટર દારૂ સાથે આરોપી રૂપાબેન રમેશભાઈ વજેલીયા, વાંકાનેરના મિલપ્લોટ નજીક 9 લીટર દેશી દારૂ સાથે આરોપી કાસમભાઈ ઇસ્માઇલભાઈ સંઘવાણી, મોરબીના પીપળી ગામ નજીક 40 નંગ દેશી દારૂની કોથળી સાથે આરોપી પ્રેમજીભાઈ જીવાભાઈ મણદરિયા, વાંકાનેરના મિલપ્લોટ નજીક 8 લીટર દારૂ સાથે આરોપી રોહિત લાલજી ફિચડિયા, મોરબીના રોહિદાસપરા પાસે દેશી દારૂ સાથે કમુબેન બટુકભાઈ સોલંકી અને મોરબીના વજેપર પાસે દેશી દારૂ બનાવવાનો 50 લીટર આથો સાથે કાળીબેન વેલજીભાઈ ચૌહાણને ઝડપી લીધા હતા. આ ઉપરાંત પોલીસે મોરબીના ઈન્દીરાનગર પાસે 12 નંગ દેશી દારૂની કોથળી સાથે આરોપી રૂખીબેન રાજેશભાઈ સાતોલા, મોરબીના માળીયા ફાટક પાસે ટીવીએસ સ્કૂટર ઉપર 28 નંગ દેશી દારૂની કોથળીની ડિલિવરી કરવા નીકળેલા આરીફભાઈ રઝાકભાઈ શેખ, મોરબીના ત્રાજપર પાસે 5 લીટર દેશી દારૂ સાથે નીતાબેન પ્રેમજીભાઈ અગેચણીયા અને મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં 3 લીટર દેશી દારૂ સાથે આરોપી મોસીનભાઈ મામદભાઈ કુરેશીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..