મોરબીના એલ.ઇ.ક્રિકેટ ગ્રાઉન્ડમાં પોલીસની ભરતી માટે પરસેવો પાડતા યુવાનો

- text


વહેલી સવારથી જ મેદાનમાં આવીને દોડ સહિતની કસરત કરીને પોલીસ દળમાં જોડાવવા માટે યુવાનો ભારે ઉત્સાહિત

મોરબી : આગામી સમયમાં રાજ્યના પોલીસ દળમાં ભરતીઓ થવાની છે. ત્યારે પોલીસ દળમાં જોડાવવા માટે મોરબીના યુવક યુવતીઓ ભારે પરસેવો પાડી રહ્યા છે. શહેરના એકમાત્ર એલ.ઇ.ક્રિકેટ ગ્રાઉન્ડમાં દરરોજ વહેલી સવારે મોટી સંખ્યામાં યુવાનો આવીને દોડ સહિતની કસરત કરીને પોલીસ દળમાં જોડાવવા માટે શારીરિક રીતે સક્ષમ બની રહ્યા છે.

મોરબીના એકમાત્ર રમત ગમતના સારા કહી શકાય તેવા એલ.ઇ. ક્રિકેટ ગ્રાઉન્ડમાં હમણાંથી માહોલ કઈક જુદો જોવા મળે છે. આ મેદાનમાં દરરોજ વહેલી સવારે મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ પોતાના શરીરને મજબૂત બનાવવા ભારે વ્યાયામ કરી રહ્યા છે. એનું કારણ એ છે કે આગામી સમયમાં રાજ્યના પોલીસ દળમાં વ્યાપકપણે ભરતીઓ થવાની છે. તેથી આ પોલીસ દળમાં જોડાવવા માટે યુવક યુવતીઓ પોતાના શરીરને સૌષ્ઠવ બનાવવા માટે આવો આકરો પરસેવો પાડી રહ્યા છે.

દદરોજ વહેલી સવારે કસરત કરતા મોટી સંખ્યામાં યુવક યુવતીઓને જોતા એવું લાગે છે કે ઘણા યુવાનો પોલીસ દળમાં જોડાવવા ઈચ્છે છે. આથી જ આવી તૈયારીઓ કરી રહ્યા છે. ઘણા યુવાનો વહેલી સવારના 4 કે 5 વાગ્યે જ આ મેદાનમાં આવી જાય છે અને મેદાનમાં દોડ સહિતની પ્રેક્ટિસ કરે છે.લગભગ સવારના સાડા આઠ વાગ્યા સુધી આ યુવાનો આવી રીતે સખત મહેનત કરે છે. જો કે એ મેદાનમાં સુવિધાઓનો અભાવ છે વારંવાર મેદાનનો અન્ય સરકારી કાર્યકમો માટે ઉપયોગ કરાતો હોવાથી આ યુવાનની સુવિધા છીનવાઈ જાય છે.તેથી યુવાનો માટે જ આ મેદાન રહે અને તેમને પોલીસની ભરતીની તૈયારીઓ માટે જરૂરી તમામ સુવિધાઓ મળે તે આ યુવાનોના સ્વપ્ન સાર્થક થાય તેમ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text