સૂર્યવંશી ફિલ્મ નિહાળતા મોરબી જિલ્લાના પોલીસ કર્મચારીઓ

- text


નેક્સેસ સિનેમાગુહમાં ખાસ પોલીસ પરિવાર માટે શો યોજાયો

મોરબી : જાણીતા ફિલ્મ સર્જક રોહિત શેટ્ટીની પોલીસને ગરીમાં આપતી યાદગાર ફિલ્મ સૂર્યવંશી મોરબી જિલ્લાના તમામ પોલીસ પરિવાર એકસાથે નિહાળી શકે તે માટે નેક્સેસ સિનેમાગુહના સંચાલક દ્વારા તેમના થિયેટરમાં આ ફિલ્મનો ખાસ શો રાખવામાં આવ્યો હતો.આ ફિલ્મને મોરબી જિલ્લા પોલીસ પરિવારે એકદમ પારિવારિક માહોલમાં નિહાળી હતી અને ફિલ્મ દર્શવવા બદલ પોલીસ પરિવારે નેક્સેસ સિનેમાગુહના સંચાલકનો આભાર માન્યો છે.

લાંબા સમય બાદ દેશની આમ જનતાની સલામતી માટે ડ્યુટી ફસ્ટ અને ફેમેલી નેક્સ્ટની જેમ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા પોલીસ પ્રત્યે ગરીમાં ઉદભવે તેવી ફિલ્મ પ્રદર્શિત થઈ છે. આ ફિલ્મ એટલે જાણીતા ફિલ્મ સર્જક રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશી. આ ફિલ્મથી પોલીસનું મોરલ ઊંચું થાય તેવા સનિષ્ઠ પ્રયાસો કરવામાં આવ્યા છે. આ ફિલ્મમાં જાનના જોખમે લોકોનું રક્ષણ કરતા જાંબાઝ પોલીસમેનોની બહાદુરી દર્શાવવામાં આવી છે. ત્યારે આ ફિલ્મ નિહાળીને મોરબી જિલ્લા પોલીસ પરિવાર પણ ગૌરવ સાથે પ્રેરણા મેળવી શકે તે માટે મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલ નેકસેસ સિનેમા ગુહમાં સૂર્યવંશી ફિલ્મનો ખાસ શો પોલીસ પરિવાર માટે રાખવામાં આવ્યો હતો.

નેકસેસ સિનેમા ગુહમાં સૂર્યવંશી ફિલ્મ હાલમાં ચાલી રહી હોય ત્યારે આ સિનેમા ગૃહના સંચાલકોએ પોલીસ પરિવાર માટે આ ફ્રીલ્મનો ખાસ શો આયોજિત કર્યો હતો.જેમાં એસપી એસ.આર.ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ, પીઆઇ, પીએસઆઇ સહિતની તમામ પોલીસ કર્મચારીઓએ પરિવાર સાથે હાજર રહીને સૂર્યવંશી ફિલ્મ નિહાળી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text