પોલીસ સ્ટેશનમાં સડતા બિનવારસી વાહનોનો નિકાલ કરવા માંગ

- text


મોરબીના સામાજિક કાર્યકરે રાજ્યના ગૃહમંત્રીને રજુઆત કરી

મોરબી : રાજ્ય સહિત મોરબી જિલ્લાના પોલીસ સ્ટેશનમાં વર્ષોથી બિનવારસી તરીકે કબ્જે કરાયેલા વાહનો લાંબા સમયથી કન્ડમ હાલતમાં છે. આથી પોલીસ સ્ટેશનમાં સડતા બિનવારસી વાહનોનો નિકાલ કરવા માંગ સાથે મોરબીના સામાજિક કાર્યકરે રાજ્યના ગૃહમંત્રીને રજુઆત કરી છે.

મોરબીના સનાજીક કાર્યકર પી.પી.જોશીએ રાજ્યના ગૃહમંત્રીને રજુઆત કરીને જણાવ્યું હતું કે, રાજ્ય સહિત મોરબી જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનમાં અગાઉ કોઈ ગુન્હામાં કે બિનવારસી તરીકે કબ્જે કરેલા સંખ્યાબંધ વાહનો લાંબા સમયથી સડી રહ્યા છે. આ વાહનો પોલીસ સ્ટેશનમાં ખોટી જગ્યાઓ રોકે છે.આ વાહનો પોલીસ સ્ટેશનમાં મોટી જગ્યાઓ રોકી લેતા હોવાથી સ્ટાફ અને અરજદારોને વાહનો પાર્ક કરવાની જગ્યા રહેતી નથી. તેથી નિયમોનુંસાર આવા વાહનોની સમશસર હરરાજી કરવામાં આવે તો સરકારને પણ સારી આવક થાય તેમ છે અને પોલીસ સ્ટેશનમાં જગ્યાનો પ્રશ્ન સતાવશે નહિ.આથી તાકીદે પોલીસ સ્ટેશનમાં સડતા આવા વાહનોનો નિકાલ કરીને સરકારને આવક થાય તેંમજ પોલીસ સ્ટેશનમાં હાલાકી દૂર થાય તેવા પ્રયાસો કરવાની માંગ ઉઠાવી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text