વાંકાનેર : સમાજને નવી દિશા આપવા માટે કન્યાદાન પહેલા રક્તદાનનું આયોજન કરી પુત્રીને પુણ્ય કરવાનો અવસર વાંકાનેરના કણસાગરા પરિવારે આપ્યો છે. આથી, વાંકાનેરમાં આવતીકાલે રવિવારે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. કન્યાદાન પહેલા રક્તદાનના હેતુને સિદ્ધ કરવા વાંકાનેર નિવાસી વિનોદભાઈ ડાયાલાલ કણસાગરાએ પોતની પુત્રી શ્વેતાના લગ્ન પ્રસંગે લાઈફ બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન કેમ્પનું આવતીકાલે તા. 28/11/2021ને રવિવારે સવારે 9 થી 2 વાગ્યે પરજીયા રાજગોર સમાજની વાડી, ગંગેશ્વર મહાદેવ રોડ, ભાટિયા સોસાયટી, વાંકાનેર ખાતે આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં ભેટરૂપે પક્ષીઓ માટે માળા, પાણીના કુંડા તેમજ પક્ષીઓના ચણ માટે સાધનો આપી મહાદાનના સહભાગી બનવા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. વધુ માહિતી માટે 90338 48851, 92767 00142 સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..