થાનગઢથી ઢુવાના દારૂના ધંધાર્થીને ડીલેવરી કરવા આવ્યો ને એલસીબીએ દબોચ્યો મોરબી : વાંકાનેર તાલુકાના ઢુંવા - માટેલ રોડ ઉપર થાનગઢથી દેશીદારૂનો જથ્થો ડીલેવરી કરવા આવેલા આવેલા ટાટા-407 મેટાડોરના ચાલકને એલસીબી ટીમે રંગેહાથ ઝડપી લઇ રૂપિયા બે લાખ છ હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો. મોરબી એલસીબી ટીમે ઢુવા-માટેલરોડ, અમરધામ આશ્રમ પાસે GJ-2-U-8997 નંબરનું ટાટા 407 મેટાડોર શંકાસ્પદ હાલતમાં જણાતા તલાસી લેતા થાનગઢના મનુભાઇ વસ્તાભાઇ ખાચરના કબ્જામાંથી રૂપિયા 5500ની કિંમતનો 275 લીટર દેશીદારૂનો જથ્થો મળી આવ્યો હતો. વધુમાં આરોપીની પૂછપરછ કરતા દારૂનો આ જથ્થો ઢુવા-માટેલ રોડ ઉપર દ્વારકાધીશ હોટલ પાસે ઝુપડામાં રહેતા જકસીભાઇ દાજીભાઇ દેવીપુજક અને જગુભાઇ ભીખુભાઇ દેવીપુજકને આપવા આવ્યો હોવાની કબૂલાત આપતા એલસીબી ટીમે મનુભાઈની અટકાયત કરી જકશીભાઈ તથા જગાભાઇને ઝડપીલવા ચક્રો ગતિમાન કર્યા છે. વધુમાં આ મામલે એલસીબી ટીમે બે લાખની કિંમતનું ટાટા 407 મેટાડોર, મોબાઈલ ફોન તેમજ 5,500 લીટર દેશીદારૂ કબ્જે લઈ કુલ રૂ.2 લાખ 6 હજારનો મુદામાલ તથા આરોપીને વાંકાનેર તાલુકા પોલીસને હવાલે કરી પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો દાખલ કરાવ્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..