મોરબી : રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા મોરબીમાં આગામી તા.૪-૧૨-૨૦૨૧ ના રોજ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે. અત્યાર સુધીના ત્રણ કેમ્પમાં ૯૬૫ દર્દીઓએ લાભ લીધો હતો અને કુલ ૪૨૪ દર્દીઓના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા હતા. સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ચોથી તારીખે શહેરના જલારામ પ્રાર્થના મંદિર,અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાય છે. જે અંતર્ગત આગામી તા.૪-૧૨-૨૦૨૧ શનીવારના રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાશે. જેમાં રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડોક્ટર્સ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સૌથી સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામાં આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા-જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા આપવામાં આવશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમાં તપાસ માટે દર્દીનુ આધારકાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. કેમ્પનો લાભ લેવા માટે આગામી તા. ૪-૧૨-૨૦૨૧ શનીવારના રોજ સવારે ૯ થી ૧ દરમિયાન શહેરના જલારામ પ્રાર્થના મંદિર,મોરબી ખાતે ઉપસ્થિત રહેવુ. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી મો.૯૮૨૫૦૮૨૪૬૮, હરીશભાઈ રાજા મો.૯૮૭૯૨૧૮૪૧૫, નિર્મિતભાઈ કક્કડ મો.૯૯૯૮૮૮૦૫૮૮ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદીમાં જણાવ્યુ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..