હળવદના શક્તિનગરમાં કેનાલ કાંઠે કપડાં ધોતી વખતે પગ લપસતાં પાણીના પ્રવાહમાં મહિલા તણાયા હળવદ : હળવદના કોયબા નજીક નર્મદા કેનાલમાંથી મહિલાનો મૃતદેહ મળવા અંગેની ઘટનામાં મહિલાની ઓળખ મળી ગઈ છે. શક્તિનગરમાં કેનાલ કાંઠે કપડાં ધોતી વખતે પગ લપસતાં આ ખેતશ્રમિક મહિલા પાણીમાં તણાઈ ગયા હતા અને મૃતદેહ કોયબા ગામ સુધી પહોંચી ગયો હતો. હળવદ તાલુકાના કોયબા ગામના પાટીયાથી કોયબા જવાના રોડ ઉપર પસાર થતી નર્મદા કેનાલમાં આજે બપોરના સમયે શક્તિનગર ગામના વજાભાઈની વાડીએ ખેતમજૂરી કરતાં વણજારીબેન ભુરજીભાઈ ઉ.૫૫ કેનાલ કાઠે કપડાં ધોવા માટે ગયા હતા તે વેળાએ વણઝારીબેનનો પગ લપસતા તેઓ કેનાલમાં ગરકાવ થઇ ગયા હતા. જો કે, થોડી કલાકો બાદ વણઝારીબેનની લાશ કેનાલમાં તરતી હોવાનું ત્યાંથી પસાર થતા રાહદારીઓને ધ્યાને આવતાં તેઓ દ્વારા આજુબાજુના લોકોને જાણ કરવામાં આવી હતી. આ બનાવની જાણ પોલીસને થતાં મહેશભાઈ બાલાસરા, લીંબાભાઇ રબારી,મયુરભાઈ સહિતના પોલીસ જવાનો ઘટનાસ્થળે દોડી જઈ મૃતકની લાશને પી.એમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવી તેઓના પરિવારજનો સંપર્ક કરી આગળની તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..