અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર સર્જાયેલ અકસ્માતમાં આઇસરનો જોટો વિદ્યાર્થીના પેટ ઉપર ફરી વળ્યો મોરબી : મોરબીમાં અકસ્માતોની હારમાળા વચ્ચે શહેરની મધ્યમાં અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર આઇસર ચાલકે બાઈક ચાલક વિદ્યાર્થીને હડફેટે લઈ પેટ ઉપર જોટો ફેરવી દેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવારમાં ખસેડવો પડ્યો છે.જો અકસ્માત બાદ આઇસર ચાલક નાસી છૂટ્યો હતો. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના કંડલા બાયપાસ ઉપર રહેતા મૂળ નવસારીના નિલભાઇ પ્રાણજીવનભાઇ ભિમાણી નામનો વિદ્યાર્થી પોતાનું પલ્સર લઈને અયોધ્યાપુરી મેઈન રોડ ઉપરથી જતો હતો ત્યારે આઇસર ટ્રક નંબરGJ-03-BW-6929ના ચાલકે હડફેટે લઈ ટાયરનો જોટો પેટ ઉપર ફેરવી દઈ કમરના ભાગે ગંભીર ઇજા પહોંચાડી ફ્રેક્ચર કરી નાસી છૂટ્યો હતો. આ અકસ્માતના બનાવ અંગે નિલ ભીમાંણીએ એ ડિવિઝન પોલીસ મથકમાં આઇસર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી અકસ્માત સર્જી નાસી છૂટેલા આઇસર ચાલકને નંબરના આધારે ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..