અકસ્માત સર્જી ટ્રેલર ચાલક નાસી છૂટ્યો મોરબી : મોરબી કંડલા નેશનલ હાઇવે ઉપર પોતાના ટ્રેઇલરનું વ્હીલ બદલી રહેલા પરપ્રાંતીય ટ્રક ચાલકને રોડ ઉપર કાળ બનીને આવી રહેલ અન્ય ટ્રેઇલર ચાલકે હડફેટે લઈ ટાયરનો જોટો ફેરવી દેતા કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી કંડલા નેશનલ હાઇવે ઉપર ટ્રેઇલર ચાલક દિનેશભાઇ પારસનાથ પાંડે ઉ.વ.૩૩ ટાયર બદલતા હતા ત્યારે ટેઇલર નંબર GJ-12-Y-6111ના ચાલકે બેફિકરાઈથી પોતાનું ટ્રેઇલર ચલાવી દિનેશભાઇને હડફેટે લઈ ટાયરનો જોટો ફેરવી દેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ કચ્છના ગળપાદર ગામે રહેતા રજનીકુમાર જગતનારાયણ તીવારીએ માળીયા પોલીસ સ્ટેશનમાં અકસ્માત સર્જી નાસી છૂટેલા ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૨૭૯,૩૦૪(અ) તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..