મોરબી: રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા આગામી તારીખ 28/11 ને રવિવારે સવારે 9:00 થી 5:00 કલાક દરમ્યાન શ્રી લખધીરજી એન્ડાઉમેન્ટ ટ્રસ્ટ દવાખાનું, શાક માર્કેટની સામે, મોરબી ટાઉન હોલની બાજુમાં,મોરબી ખાતે નાડી પરીક્ષણ દ્વારા રોગોનો નિદાન કેમ્પ યોજાશે. આ કેમ્પમાં ગીર(સાસણ)ના પ્રખર વૈદ જીગ્નેશભાઈ પટેલ નિદાન કરી આપશે.નિશુલ્ક નિદાન કેમ્પમાં જેમને જુના હઠીલા રોગો હોય અને બધી જગ્યાએથી થાકેલા કે નિરાશ હોય એવા દર્દીઓએ અચૂક મુલાકાત લેવી. અત્રે ખાસ નોંધવું કે અગાઉથી નામ નોંધણી થયેલ હશે તેવા દર્દીઓને જ તપાસવામાં આવશે.કેસ નોંધાવવા માટે ભરતભાઇ કાનાબાર(8849031008), સિદ્ધાર્થભાઈ જોશી(9228897372), હરીશ શેઠ(9376161406) નો સંપર્ક કરવો.