મોરબી એલસીબી ટીમે બી ડિવિઝન અને તાલુકા પોલીસ મથક વિસ્તારમાં દરોડા પાડી બે બુટલેગરને ઝડપી લીધા : કચ્છના સપ્લાયરનું નામ ખુલ્યું મોરબી : મોરબી સિટી બી ડીવીઝન પોલીસ અને તાલુકા પોલીસ મથક વિસ્તારમાં એલસીબી ટીમે બે અલગ - અલગ દરોડા પાડી સંજય અને સની નામના શખ્સોને વિદેશી દારૂ મેકડોવેલ નંબર વનની 149 બોટલ સાથે ઝડપી લઈ કચ્છના મુખ્ય સપ્લાયરનું નામ ખોલાવવામાં સફળતા મેળવી છે. વિદેશી દારૂના પ્રથમ દરોડામાં એલસીબી ટીમે મોરબી સીટી બી ડિવિઝન વિસ્તારમાં અનંતનગરમાં દરોડો પાડી સંજયભાઇ રમણીકભાઇ રાઠોડને મેકડોવેલ નંબર વન બ્રાન્ડની વિદેશી દારૂની 29 બોટલ કિંમત રૂ. 10875 સાથે ઝડપી લઈ પૂછપરછ કરતા દારૂનો આ જથ્થો રામકો વિલેજમાં રહેતા સનીભાઇ ઉર્ફે વેલો રમેશભાઇ લાલુકીયા પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી સંજયને બી ડિવિઝન હવાલે કર્યો હતો. બાદમાં એલસીબી ટીમે સંજયની કબુલાતને આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન હેઠળ આવતા રામકો વિલેજમાં રહેતા સનીભાઇ ઉર્ફે વેલો રમેશભાઇ લાલુકીયાના રહેણાંકમાં દરોડો પાડતા મેકડોવેલ નંબર વન બ્રાન્ડ વિદેશી દારૂની 120 બોટલ કિંમત રૂપિયા 45 હજારનો જથ્થો મળી આવતા સની ની પૂછપરછમાં દારૂનો આ જથ્થો કચ્છના મોટી ખેડોઈ ગામના જયદિપસિંહ ઉર્ફે જયપાલસિંહ જાડેજા પાસેથી ખરીદ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધાવી આરોપી સની અને દારૂનો જથ્થો સોંપી આપ્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..