જિલ્લાના 167 સ્થળે કોરોનાની રસી આપવામાં આવશે મોરબીઃ મોરબી જિલ્લામાં કોરોના રસીકરણની પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવવા માટે આવતીકાલે શુક્રવારે મેગા રસીકરણનું આયોજન કરવામાં આવ્યું છે. જે અતંર્ગત મોરબી જિલ્લાના 167 સ્થળે કોરોના રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા દરરોજ વિવિધ સ્થળે કોરોનાની રસી આપવાનું સુદ્રઢ આયોજન કરીને લોકોને કોરોના સામેની લડાઈમાં સુરક્ષાકવચ પૂરું પાડવામાં આવી રહ્યું છે. ત્યારે આવતીકાલે શુક્રવારે મોરબી જિલ્લામાં મેગા રસીકરણનું આયોજન કરવામાં આવ્યું છે અને જિલ્લાના કુલ 167 સ્થળે રસીકરણ પ્રક્રિયા હાથ ધરાશે.આ 167 સ્થળોમાં મોરબી તાલુકાના 53 સ્થળો, માળીયા તાલુકાના 15 સ્થળો, વાંકાનેર તાલુકાના 45 સ્થળો, ટંકારા તાલુકાના 21 સ્થળો, હળવદ તાલુકાના 33 સ્થળોનો સમાવેશ થાય છે. જિલ્લામાં આવતીકાલે 26000 કોવિશિલ્ડ રસીના ડોઝ અને 3950 કોવેક્સિન રસીના ડોઝ આપવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..