મોરબી : આગામી તા. 28 નવેમ્બરની જામનગર-વડોદરા અને વડોદરા-જામનગર ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસ અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના બાજવા સ્ટેશન પર ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કામને કારણે 28મી નવેમ્બર, 2021ની જામનગર-વડોદરા-જામનગર ઈન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસને અસર થશે. આથી, 28મી નવેમ્બર, 2021ના રોજ આ ટ્રેન આંશિક રીતે રદ કરાયેલી છે. ટ્રેન નંબર 22960 જામનગર - વડોદરા ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસ 28મી નવેમ્બર, 2021ના રોજ જામનગરથી ઉપડશે અને અમદાવાદ પહોંચશે. આમ આ ટ્રેન અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. તેમજ ટ્રેન નંબર 22959 વડોદરા - જામનગર ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસ વડોદરાને બદલે અમદાવાદથી ઉપડશે અને 28મી નવેમ્બર, 2021ના રોજ જામનગર જશે. આમ, આ ટ્રેન વડોદરા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. રેલ્વે મુસાફરો તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતા નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે. જેથી, કરીને કોઈ અસુવિધા ન થાય. તેમ અભિનવ જેફ, સિનિયર ડી.સી.એમ., રાજકોટ ડિવિઝનની યાદીમાં જણાવાયું છે મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..