હળવદ રેલવે સ્ટેશન નજીક બનેલી ઘટનામાં યુવતી ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડાઇ હળવદ : હળવદ રેલવે સ્ટેશન નજીક આજે બુધવારે ત્રણેક વાગ્યાના અરસામાં પ્રેમી યુગલે કોઈ કારણોસર ધસમસતી આવતી ગુડ્સ ટ્રેન હેઠળ ઝંપલાવી દેતા યુવાનનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જયારે ગંભીર રીતે ઘાયલ યુવતીને હોસ્પિટલે ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેણીનું પણ મૃત્યુ નીપજ્યું હતું. બનાવની જાણ થતા લોકોના ટોળેટોળા બનાવ સ્થળે ઉમટ્યા હતા અને પોલીસ પણ ત્વરિત બનાવ સ્થળે પહોંચી ગઈ હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ આજે બુધવારે બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં કચ્છના મુન્દ્રા તરફથી આવતી ગુડ્સ ટ્રેન હળવદ નજીક પહોંચી ત્યારે ધસમસતી ટ્રેન સામે પ્રેમી યુગલે ઝંપલાવી દેતા આ ઘટનામાં હળવદ તાલુકાના ચુલી ગામે રહેતા વિશાલ દિનેશભાઇ પલાણી નામના યુવાનનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જયારે આ બનાવ યુવતીને ગંભીર ઈજાઓ પહોંચતા હાલમાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પરંતુ તેણીનું પણ મૃત્યુ નીપજ્યું હતું. મૃતક યુવતી ધ્રાંગધ્રા તાલુકાના ગોપાલગઢ ગામની હોવાનું અને તેણીનું નામ નિકિતાબેન ચંદુભાઈ ઠાકોર હોવાનું બહાર આવ્યું છે. બનાવ સ્થળે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને પોલીસ પણ તુરંત પહોંચી ગઈ હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..