આંગણવાડીનું રીનોવેશન કરાવી કચરો દૂર કરવાની માંગ સાથે રજૂઆત મોરબી : મોરબીમાં વોર્ડ નંબર 11માં પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ ખખડધજ અને બંધ હાલતમાં રહેલી આંગણવાડીના મેદાનમાં કચરાના ઢગલાના કારણે પ્રાથમિક શાળામાં ભણતા બાળકોના આરોગ્ય પર ખતરો રહેલો હોવાની રાવ સાથે રજૂઆત કરવામાં આવી છે. મોરબીમાં શનાળા બાયપાસ પાસે વોર્ડ નંબર-11માં પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ આંગણવાડીના મેદાનમાં ગંદકી અને બાવળની ઝાડી ફેલાયેલી છે અને શાળાની બાજુમાં જ આંગણવાડી ઘણા વર્ષોથી બંધ છે. જેના લીધે ગંદકી થતી હોવાથી આ સમસ્યાની અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનું પરિણામ આવેલ નથી. આંગણવાડીની આસપાસ અતિશય ગંદકી અને કચરો પણ જોવા મળે છે. લોકો કુદરતી હાજતે આવતા હોવાથી દુર્ગંધ પણ ખુબ આવે છે. આને કારણે બાળકોના આરોગ્ય પર જોખમ ઉભું થઇ શકે છે. આંગણવાડી ભૂકંપગ્રસ્ત હોવાથી આંગણવાડીનું રીનોવેશન કરવામાં આવે અથવા નવી આંગણવાડી બનાવી આપવામાં આવે તેવી માંગ સ્થાનિકોની છે. વર્ષો જૂનો પ્રશ્ન ધ્યાને લઈને વહેલી તકે આ સમસ્યા દૂર થાય એવી માંગ સાથે સામાજિક કાર્યકર અબ્દુલભાઇ બુખારી દ્વારા આઈ.સી.ડી.એસ. કચેરીમાં બાલ વિકાસ યોજનાના અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..