દેશી અને વિદેશી દારૂના બે દરોડામાં એક ઝડપાયો, બે ફરાર ટંકારા : ટંકારા પોલીસે વિરપર નજીક આવેલી વિરાટ હોટલ પાસેથી વિદેશી દારૂની 21 બોટલ ઝડપી લેવાની સાથે એક ખેત શ્રમિકને દેશી દારૂ સાથે દબોચી લીધો હતો. જો કે વિદેશી અને દેશીદારૂના ગુન્હામાં શનાળા અને લજાઈના બે શખ્સો પોલીસને હાથ ન લાગતા બન્નેને ફરાર દર્શાવી ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. ટંકારા પોલીસે રાજકોટ મોરબી હાઇવે ઉપર વિરાટ હોટલની સામે એશીયન કારખાનાની પાછળ આવેલ વંડા પાસે આવેલ ખરાબાની જમીનમાંથી શનાળા ગામના જયદિપસિહ ઉર્ફે રાજો મહેંદ્રસિહ ઉર્ફે મેંદુભાએ છુપાવેલ મેકડોવેલ નંબર વનની 9 બોટલ કિં. રૂ.2700 અને રોયલ ચેલેન્જની 12 બોટલ કિંમત રૂ. 4800 સહિત રૂ.7500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે દરોડા દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો. જ્યારે બીજા દરોડામાં પોલીસે વિરાટ હોટલ સામે હિતેષભાઇ લીખીયાની વાડીએથી મૂળ દાહોદના વતની ખેત શ્રમિક નિલેશ પર્વતભાઇ ડામોરને આઠ લીટર દેશીદારૂ સાથે ઝડપી લીધો હતો અને આરોપી નિલેશે આ દારૂનો જથ્થો શનાળાના જયદીપસિંહ ઉર્ફે રાજો ઝાલા અને લજાઈના ભગીરથસિંહ ઉર્ફે ભગીભાઇ પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે બન્નેને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..