મોરબીના બેલા રોડ ઉપર આવેલ સીરામીક ફેકટરીની ઓરડીમાં બનેલી ઘટના મોરબી : મોરબીના બેલા રોડ ઉપર આવેલ સીરામીક ફેકટરીની ઓરડીમાં રહેતી પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના બેલા રોડ ઉપર શીવ કાંટા પાસે આવેલ સેનેઝા સીરામીક ફેક્ટરીની ઓરડીમાં રહી મજૂરી કામ કરતી સંગીતાબેન મુન્નાભાઇ ખુંખળ (ઉવ.૩૦) નામની પરિણીતાએ ગઈકાલે તા.૨૩ ના રોજ કારખાનાની પોતાની ઓરડીમા કોઇ કારણસર ગળેફાસો ખાઇ જતા તેણીનું મોત નીપજ્યું હતું.બાદમાં તેણીના મૃતદેહને પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. મૃતકનો લગ્નગળો ૩ વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..