મોરબી : મોરબીના વીસીપરામાં જાહેરમાં જુગાર રમતા ચાર આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા.આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબીના વીસીપરા વિસ્તારમાં સ્મશાન રોડ ઉપર આવેલ જાહેર શૈચાલય પાસે જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતી રોન પોલીસનો જુગાર રમતા આરોપીઓ અશોકભાઇ જયંતીભાઇ સાલાણી, મનુભાઇ સોંડાભાઇ જંજવાડીયા, સંજયભાઇ હકાભાઇ આડેસરા, ઓસમાણભાઇ ઉંમરભાઇ મુલ્લાને રોકડા રૂપીયા-૫૨૪૦ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..