167 સ્થળે કોરોનાની રસી અપાશે : કોવિશિલ્ડના 24,100 ડોઝ અને કોવેકસીનના 3800 ડોઝ ઉપલબ્ધ મોરબીઃ મોરબી જિલ્લામાં કોરોનાને હરાવવા માટે રસીકરણ પ્રક્રિયા ઝડપભેર ચાલી રહી છે. આ રસીકરણની પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવવા માટે આવતીકાલે ગુરૂવારે મેગા રસીકરણનું આયોજન કરવામાં આવ્યું છે. જે અતંર્ગત મોરબી જિલ્લાના 167 સ્થળે કોરોના રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. કોરોના રસીકરણની શરૂઆતથી જ મોરબી જિલ્લામાં રસીકરણની કામગીરી ખૂબ જ ઝડપથી ચાલી રહી છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા દરરોજ વિવિધ સ્થળે કોરોનાની રસી આપવાનું સુદ્રઢ આયોજન કરીને લોકોને કોરોના સામેની લડાઈમાં સુરક્ષાકવચ પૂરું પાડવામાં આવી રહ્યું છે. ત્યારે આવતીકાલે ગુરૂવારે મોરબી જિલ્લામાં મેગા રસીકરણનું આયોજન કરવામાં આવ્યું છે અને જિલ્લાના કુલ 167 સ્થળે રસીકરણ કરવામાં આવશે. આ 167 સ્થળોમાં મોરબી તાલુકાના 54 સ્થળો, માળીયા તાલુકાના 15 સ્થળો, વાંકાનેર તાલુકાના 46 સ્થળો, ટંકારા તાલુકાના 20 સ્થળો, હળવદ તાલુકાના 32 સ્થળોનો સમાવેશ થાય છે. જિલ્લામાં આવતીકાલે 24,100 કોવિશિલ્ડ રસીના ડોઝ અને 3800 કોવેક્સિન રસીના ડોઝ આપવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.