રવાપરના 36 વર્ષના મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો મોરબી : મોરબી જિલ્લામાં દિવાળી પછી કોરોનાએ રીએન્ટ્રી કરી હતી અને દિવાળી પછીના ત્રણેય કેસને ડિસ્ચાર્જ આપી દેવાયા બાદ ફરી કોરોનાએ દસ્તક દીધી છે.જેમાં હત્યા કેસના આરોપીનો ગઈકાલે રેપીડ ટેસ્ટમાં કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ આજે તેનો 2 વખત આરટિપિસીઆર ટેસ્ટ કરાવતા બન્ને વખત રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.પરંતુ રવાપર ગામની એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. મોરબી જિલ્લામાં કોરોનાએ ફરી દેખા દીધી છે. જેમાં આજે મોરબીના રવાપર ગામમાં રહેતા 36 વર્ષના મહિલાને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા દર્દીનુ સેમ્પલ પ્રાઇવેટ લેબોરેટરી ખાતે ટેસ્ટીંગ કરતા કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ દર્દીએ કોરોના વેક્સિનના બંન્ને ડોઝ લીધેલ હોઈ હાલ કોરોનાના કોઈ ગંભીર લક્ષણો કે અસર.નથી.જો કે આ દર્દીની મોરબી બહારની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવાનું જાણવા મળ્યું છે. આથી આરોગ્ય તંત્ર વધુ સતર્ક બનીને કોરોનાનો ચેપ વધુ ન ફેલાય તે માટે સક્રિય પ્રયાસો હાથ ધર્યા છે. આરોગ્ય તંત્રએ લોકોને વેકસીન લેવા અપીલ કરી છે. જેમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લેવામાં બાકી રહેલા તમામ લોકો તેમજ પ્રથમ ડોઝ લઈ લીધેલ હોઈ અને બીજા ડોઝમાં બાકી રહેલા તમામ લોકોને સત્વરે તુરંત પોતાનો વેક્સિનનો ડોઝ મેળવી લેવા સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર - મોરબી નમ્ર અપીલ કરે છે. જેથી કોરોનાની ગંભીર અસરથી બચી શકાય.