જોધપર નદી મેટ્રો રીસોટ પાર્ટી પ્લોટ નજીકનો બનાવ : અમદાવાદના કાર ચાલક માટે હાર્ટ એટેક જીવલેણ નીવડ્યો મોરબી : મોરબી ખાતે કોઈ કામ સબબ કાર લઈને આવેલા અમદાવાદના કાર ચાલકનું ગઈકાલે મોબાઈલ ફોનમાં પત્ની સાથે વિડીયો કોલમાં વાત કરતી વેળાએ જ હાર્ટએટેક આવતા મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે એડી નોંધ કરી તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના જોધપર નદી ખાતે આવેલા મેટ્રો રિસોર્ટ પાર્ટી પ્લોટમાં પોતાના શેઠ સાથે આવેલા અમદાવાદના અમરશીભાઇ ખેમચંદ પટેલ ઉ.વ.૪૬નું ગઈકાલે કારમાં બેઠા બેઠા પોતાના પત્ની સાથે વિડીયો કોલથી વાત કરતા હતા તે સમયે જ મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે એડી નોંધી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી મૃત્યુ અંગેનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી. દરમિયાન આ બનાવ અંગે તપાસ કરી રહેલા મહિલા એ.એસ.આઈ.એન.જે.ખડિયાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસ દરમિયાન મૃતક કારચાલક પોતાના શેઠ સાથે કામ સબબ મોરબી આવ્યા હતા અને ગઈકાલે પરત અમદાવાદ જવાના હતા ત્યારે જ ઘટના ઘટી હતી. વધુમાં મૃતક અમરશીભાઇ ખેમચંદ પટેલ પોતાના પત્ની સાથે વિડીયો કોલમાં વાતચીત કરતા હતા ત્યારે જ તેમને હાર્ટએટેક આવી ગયો હતો. અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ હાર્ટએટેકથી મૃત્યુ નીપજ્યું હોવાનું બહાર આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..