ત્રણ શખ્સો સામે હુમલા અને એટ્રોસીટી એકટ હેઠળ ગુન્હો નોંધાયો મોરબી : મોરબીમાં જુના મનદુઃખનો ખાર રાખી યુવાન ઉપર ત્રણ શખ્સોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે ત્રણ શખ્સો સામે હુમલા અને એટ્રોસીટી એકટ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી સંજયભાઇ ધનજીભાઇ જાદવ (ઉવ ૨૧ ધંધો પ્રા.નોકરી રહે.હાલ મોરબી લાયન્સનગર મુળ રહે.મોરબી વણકરવાસ શેરી નં ૨) એ આરોપીઓ ભગવાનજીભાઇ બાબુભાઇ, દેવો રાવળદેવ તથા મોહીન નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા ૨૨ ના રોજ પોણાબાર વાગ્યાના અરશામાં રવાપર રોડ ભવાની સોડા પાસે રોડ ઉપર એક આરોપીને ફરીયાદી સાથે છએક મહીના પહેલા બાઈક ભટકાડવા બાબતે બોલાચાલી ઝઘડો થયેલ હોય જેનું મનદુઃખ રાખી ઉપરોકત ત્રણેય આરોપીઓ મળી ફરીયાદીને ઢીકાપાટુનો શરીરે મુંઢ માર મારી ઇજા કરી જાતિ પ્રત્યે અપમાનીત શબ્દો બોલી હડધૂત કર્યાની ફરિયાદ નોંધાઈ છે.આથી આ બનાવ અંગે પોલીસે ત્રણેય આરોપીઓ સામે ૩૨૩,પ૦૪,૫૦૬(૨),૧૧૪ તથા એટ્રોસીટી અધિનિયમ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..