મોરબીના મોટી વાવડી ગામથી ગાંધીનગર જવાના રસ્તે તાલુકા પોલીસે પકડી પાડ્યો મોરબી : મોરબી તાલુકાના મોટી વાવડીથી ગાંધીનગર તરફ જવાના કાચા રસ્તા ઉપર મોરબી તાલુકા પોલીસે મગન ઉર્ફે મગો નામના શખ્સને વ્હીસ્કીની સાત બાટલી સાથે ઝડપી લીધો હતો. મોરબી તાલુકા પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મોટી વાવડીથી ગાંધીનગર તરફ જવાના કાચા રસ્તા ઉપરથી મોટી વાવડી ગામે રહેતા મગનભાઇ ઉર્ફે મગો અમરશીભાઇ ગળશીયા નામના શખ્સને ફિફટી-ફિફટી બ્લુ વ્હીસ્કીની 4 બોટલ અને કાઉન્ટી કલબ ડીલક્ષ વ્હીસ્કીની 3 બોટલ મળી કુલ રૂપિયા 2100ના મુદામાલ સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..