બાઈક ચાલકે ડમ્પર ચાલક સામે અકસ્માતની ફરિયાદ નોંધાવી વાંકાનેર : વાંકાનેર નજીક ડમ્પરે બાઇકને હડફેટે લેતા બાઈક ચાલકને ઇજા થઇ હતી.આ બનાવ અંગે બાઈક ચાલકે ડમ્પર ચાલક સામે અકસ્માતની ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રોશનઅલીભાઈ મહમદભાઈ શેરસીયા (ઉ.વ.-૬૦ ધંધો-ખેતીકામ રહે- ગામ-અમરસર તા.વાંકાનેર) એ આરોપી ડમ્પર વાહન નં. GJ-13-AW- 7717ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૪ ના રોજ સવારના સાડા દશેક વાગ્યાના અરસામા ફરીયાદી પોતાનુ હોન્ડા નં. GJ-03-HG- 1450ને ચલાવી અમરસરથી વાંકાનેર તરફ જતા હતા. ત્યારે સામેથી આ આરોપીએ પોતાના હવાલાવાળુ ડમ્પર વાહન નં. GJ-13-AW- 7717 વાળુ પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી સામેથી ફરીયાદીને બાઈક સહિત હડફેટે લેતા ફરીયાદી નીચે પડી જતા ડાબા પગે નળાના ભાગે તથા ડાબા પગે સાથળના ભાગે ફ્રેક્ચરની ઇજા તથા શરીરે સામાન્ય છોલછાલની ઇજા પહોંચાડી અકસ્માત કરી ડમ્પર રોડ પર મુકી નાસી છૂટ્યો હતો.આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..