મોરબીના આમરણ ગામેં મારામારીની ઘટનામાં બે શખ્સો સામે ફરિયાદ મોરબી : મોરબીના આમરણ ગામેં મજુરી કામે જવાની ના પાડતા શ્રમિક ઉપર બે શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે શ્રમિકે ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીઓ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રમેશભાઇ મેરૂભાઇ લીંબળ (ઉ.વ.૪૫ ધંધો.મજુરી રહે.દરબાર વાસ આમરણ ગામ તા.મોરબી) એ આરોપીઓ રાજ ડાંગર તથા પરેશ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૧ ના રોજ રાત્રીના અગીયારેક વાગ્યેના અરસામા ફરીયાદીને આરોપીએ પોતાને ત્યા મજુરી કામે આવવાનુ કહેતા ફરીયાદીએ મજુરી કામે જવાની ના પાડતા આરોપીઓએ રાત્રીના અગીયાર સાડા અગીયારેક વાગ્યે ફરીયાદીના ઘરે જઈ ફરીયાદીને ડાબા પગમાં લાકડી વડે માર મારી ઇજા કરેલ તથા ફરીયાદીને ડાબા હાથમાં લાકડી વડે માર મારી ઇજા કરેલ બાદ બંન્ને આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી આરોપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવની તાલુકા પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..