વાંકાનેર તાલુકા પોલીસે જીનપરા જકાતનાકેથી અલ્ટો કબ્જે કરી વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે જીનપરા જકાત નાકા રોડ ઉપરથી અલ્ટો કારમાં દેશીદારૂની હેરફેર કરતા સતાપર ગામના શખ્સને ઝડપી લઈ એક લાખની કિંમતની અલ્ટો કાર સહીતનો મુદામાલ કબ્જે કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમે જીનપરા જકાત નાકા નજીકથી શંકાસ્પદ અલ્ટો કાર અટકાવી તલાસી લેતા સતાપરના કાર ચાલક મનસુખભાઈ કેશાભાઈ ઘણાદીયાના કબ્જામાંથી 9 લીટર દેશીદારૂ ભરેલું બાચકું કિંમત રૂ. 180 મળી આવતા પોલીસે અલ્ટો કાર સહિત 1,00180 રૂપિયાની કિંમતનો મુદામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..