મોરબી: મોરબી જિલ્લામાં ગ્રામ રક્ષક દળ તથા સાગર રક્ષક દળમાં ખાલી રહેલી સભ્યોની ભરતી કરવા માટે ઉમેદવારી ફોર્મ મુજબના ઉમેદવારોની શારીરિક કસોટી તારીખ 27/11 અને 28/11 ના રોજ મોરબી સીટી એ ડીવીઝન,પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ઠાકર લોજની બાજુમાં,જેલરોડ, મોરબી ખાતે યોજવામાં આવનાર છે. જેથી ઉમેદવારોએ જે પોલીસ સ્ટેશન ખાતેથી ફોર્મ ભરેલ હોય તે પોલીસ સ્ટેશનના નામ સામે જણાવેલ તારીખ અને સમયે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે હાજર રહેવાનું રહેશે. તારીખ 27ના રોજ સવારે 08:00 કલાકે માળીયા(મી)પોલીસ સ્ટેશન, 11:30 કલાકે ટંકારા પોલીસ સ્ટેશન તેમજ 4:00 કલાકે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ ઉપરાંત તારીખ 28/11ના રોજ સવારે 08:00 કલાકે હળવદ પોલીસ સ્ટેશન તેમજ 3:00 કલાકે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાજર રહેવા જણાવાયું છે.