મિતાણા નજીક શિવ પેલેસ હોટલ સામે બનેલો બનાવ ટંકારા : ટંકારા તાલુકાના મિતાણા ગામે રહેતા આધેડ મોટર સાયકલ લઈને હાઇવે ઉપર આવેલ હોટલે જમવા જતા હતા ત્યારે બેકાબુ ઇકો કાર ચાલકે હડફેટે લેતા આધેડને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવા પડયા હતા. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના મિતાણા, પ્રભુનગર ખાતે રહેતા વિઠલભાઇ પરસોત્તમભાઇ મેરા ગત તા.6ના રોજ પોતાનું મોટર સાયકલ લઈ મિતાણા નજીક આવેલ શિવ પેલેસ હોટલે જવા રસ્તો ઓળંગતા હતા ત્યારે મોરબી તરફથી આવતી મારૂતી ઇક્કો નંબર જીજે-11-એબી7134ના ચાલકે હડફેટે લેતા માથાના ભાગે તેમજ ડાબી બાજુના પાસળામા ફ્રેકચર થઈ ગયું હતું. વધુમાં અકસ્માત બાદ ઇકો કાર ચાલક સાથે સમાધાનની વાત ચાલતી હતી પરંતુ સમાધાન ન થતા આ અકસ્માત અંગે ગઈકાલે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઇકો ચાલક વિરુદ્ધ આઈપીસી કલમ ૨૭૯,૩૩૭,૩૩૮ તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..