ટંકારા પોલીસે લતિપર ચોકડી નજીકથી રાજકોટના જારીયા ગામના બન્નેને દબોચી લીધા મોરબી : મોરબી જિલ્લામાં દેશીદારૂના વેપલા ઉપર પોલીસ ઘોસ બોલાવી રહી છે ત્યારે ગઈકાલે ટંકારા લતિપર ચોકડી નજીકથી પોલીસે બોલેરો ગાડીમાં દેશીદારૂ ભરીને નીકળેલા રાજકોટના જારીયા ગામના સુનિલ અને પ્રફુલને દબોચી લઈ રૂ.3,07,000 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ટંકારા પોલીસ ટીમે લતિપર ચોકડી નજીક શંકાસ્પદ હાલતમાં નીકળેલી બોલેરો કાર નંબર GJ-13-AT-2625ને અટકાવી તલાશી લેતા બોલેરો ગાડીમાંથી પ્લાસ્ટિકની 70 કોથળીઓમાં 350 લીટર દેશીદારૂ ભરેલો હોવાનું ખુલ્યું હતું. જેને પગલે પોલીસ ટીમે બોલેરો ગાડીમાં રહેલા રાજકોટના જારીયા ગામના સુનિલ ભનુભાઈ સોલંકી, ઉ.વ.૧૯ અને પ્રફુલ ગાંગજીભાઈ ચાવડા, ઉ.વ.૩૦ને અટકાયતમાં લીધા હતા. વધુમાં પોલીસે આરોપીઓના કબ્જામાં રહેલ દેશી દારૂ લીટર 350 કિંમત રૂપિયા 7 હજાર અને બોલેરો ગાડી કિંમત રૂ.3 લાખ સહિત કુલ 3,07,000નો મુદ્દામાલ જપ્ત કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટની કલમ ૬પ ઇ,૮૧, ૯૮(૨) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..