નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ. કાથડે સ્ત્રી મતદારોની ઓછી નોંધણી બાબતે મતદાન મથકોની મુલાકાત લઈ બી.એલ.ઓ. ને જરૂરી માર્ગદર્શન આપ્યું મોરબી : તા.૦૧/૦૧/૨૦૨૨ની લાયકાત સંદર્ભે ફોટોવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્વયે ભારત ચૂંટણીપંચ દ્વારા હક્ક-દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવા માટે ખાસ ઝુંબેશના દિવસો યોજી મતદારયાદી સુધારણા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તેને ધ્યાને લઈ ટંકારા અને વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં જ્યા જેન્ડર રેશિયો ઓછો છે એટલે કે જે બુથમાં પૂરૂષોના સાપેક્ષમાં સ્ત્રી મતદારોની નામોની નોંધણી ઓછી થયેલ છે. તેવા ગામોની નાયબ જિલ્લા ચુંટણી અધિકારી એસ.એમ. કાથડે મોરબી, ટંકારા, વાંકાનેર વિધાનસભા મતવિસ્તારના મતદાર નોંધણી અધિકારી અને તમામ મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ અને એચ.ડી. પરસાણિયા, મામલતદાર (ચુંટણી) મોરબી દ્વારા મુલાકાત લેવામાં આવેલ હતી. અને જે બુથોમાં સ્ત્રી મતદારોની નોંધણી ઓછી હોવા બાબતેના કારણો જાણી તેના નિવારણ માટે BLOને જરૂરી સુચના આપીને વધુને વધુ સ્ત્રી મતદારોના નામો મતદારયાદીમાં જોડાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું. વધુમાં મતદારયાદી ઝુંબેશના હજૂ તા.૨૭/૧૧/૨૦૨૧ (શનિવાર) અને તા.૨૮/૧૧/૨૦૨૧ (રવિવાર) ના બે દિવસો બાકી છે. આ દિવસો દ્વારા મોરબી જિલ્લામાં કોઇ પણ લોકો મતદાર યાદીમાં નામ ઉમેરવા, સુધારવા, કમી કરવા માટે વંચિત ન રહે તે માટે દરેક મતદાન મથકોએ બુથ લેવલ ઓફિસર સવારે ૧૦:૦૦ કલાક થી સાંજે ૦૫:૦૦ કલાક સુધી બેસી ઉક્ત કામગીરી કરશે. તેમજ જે લોકોને બુથ પર ન જવુ હોય તે લોકો NVSP, VHA નો ઉપયોગ કરી પોતાના હક્ક-દાવા રજુ કરી શકે છે. અને આ બાબતે કોઇ મુશ્કેલી ઉભી થાય તો જિલ્લા કક્ષાએ ચાલતા ડિસ્ટ્રીક્ટ કોન્ટેક્ટ સેન્ટરના ૧૯૫૦ ટોલ ફ્રી નંબર માં ફોન કરી પોતાની દુવિધાનો ઉકેલ મેળવવા માટે જિલ્લા કલેકટર અને જિલ્લા ચુંટણી અધિકારી જે.બી.પટેલ દ્વારા જાહેર અપીલ કરવામાં આવેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..