રાત દિવસ મહેનત કરી ઉગાડેલા કપાસના વેચાણના રૂ.81,500ની ચોરી ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયા ગામે દાહોદથી ખેતમજૂરીએ આવેલા ખેત શ્રમિકને કપાસના વાવેતર બાદ ભાગમાં આવેલા રૂપિયા 81,500 ની અજાણ્યા તસ્કરો ચોરી કરી જતા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના હડમતીયા ગામે અશ્વીનભાઇ ધનજીભાઇ રાણસરીયાની વાડીમા ખેત મજૂરી કરતા મૂળ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના આમલી મેનપુર ગામના બાબુભાઇ દુલાભાઇ મોહનીયાએ ભાગમાં કપાસ વાવવા રાખ્યો હતો અને આ કપાસ વેચાણના રૂપિયા 81,500 પોતાની ઓરડીમાં રાખ્યા હતા. દરમિયાન ગત તા.19ના રોજ કોઈ અજાણ્યા તસ્કર દ્વારા તેમની વાડીની ઓરડીમાંથી કપાસ વેચાણના રૂપિયા 81,500ની ચોરી કરી જતા આ મામલે ખેત શ્રમિક બાબુભાઈએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ચોરીની આ ઘટના મામલે ટંકારા પોલીસે બાબુભાઇની ફરિયાદના આધારે અજાણ્યા તસ્કર વિરુદ્ધ આઈપીસી કલમ-૩૮૦, ૪૫૭, મુજબ ગુન્હો નોંધ્યો છે અને આ મામલે વધુ તપાસ પ્રોબેશનરી પીઆઇ એન.એ.વસાવા વધુ તપાસ ચલાવી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..