વાળની એક બે લટ ખરી પડે તો પણ ચિંતિત બનતી આજની યુવતીઓમાં હેર ડોનેશન અંગે જાગૃતિ લાવવા અનેરું પગલું મોરબી : કેન્સર પીડિત દર્દીઓના ચહેરા ઉપર સ્મિત હેર ડોનેશન અંગે જાગૃતિ લાવવા મોરબી સીરામીક ઈન્ડસ્ટ્રીઝમાં એક્સપોર્ટ મેનેજર તરીકે કામ કરતી મૂળ વડોદરાની યુવતીએ આજે પોતાના વાળ કેન્સર પીડિત દર્દી માટે દાન માટે દાન કરી અનોખી પહેલ કરી છે. સ્ત્રીઓ માટે તો માથાના વાળ સુંદરતાનું ઘરેણું ગણાય છે તેથી જ સ્ત્રીઓના વાળ ખરવા લાગે તો જલ્દીથી ચિંતિત બને છે આ સંજોગોમાં કોઈના ચહેરા ઉપર સ્મિત લાવવા કોઈ સ્ત્રી પોતાના આભૂષણ સમાન વાળનું દાન કરી શકે ખરા ? સ્વાભાવિક જ કોઈ સ્ત્રી પોતાના લાંબા વાળ ક્યારેય કાપવાનું ઈચ્છે નહીં પરંતુ કેન્સર પીડિત દર્દીઓના ચહેરા ઉપર સ્માઈલ લાવવા હાલમાં હેર ડૉનેશનનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે જે અન્વયે મોરબી સીરામીક ઈન્ડસ્ટ્રીઝમાં એક્સપોર્ટ મેનેજર તરીકે કામ કરતી ગુંજન લલિતભાઈ ઠાકરે આજે પોતે કરેલ મક્કમ નિર્ધાર મુજબ પોતાના વાળનું દાન આપી અન્ય યુવતીઓને પણ આ અભિયાનમાં સામેલ અનુરોધ કર્યો હતો. આજે ગુંજન ઠાકરે હેર ડોનેશન બાદ જણાવ્યું હતું કે કેન્સરના દર્દીઓને કેમો થેરાપી બાદ વાળનો ગ્રોથ બિલકુલ અટકી જાય છે અને અનેક કિસ્સામાં દર્દીઓને નવા વાળ આવતા જ નથી. અને આવો કિસ્સો પોતાના જ કુટુંબમાં નજરે નિહાળી વડોદરામાં કેન્સર પિડીત માટે કામ કરતી સંસ્થાના માધ્યમથી આજરોજ હેર ડોનેશન કર્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..