નાઇજિરિયન શખ્સે ઇશા રાવને દિલ્હીથી 30 લાખ રૂપિયા મોકલ્યાનો ધડાકો મોરબી : દેવભૂમિ દ્વારકા અને મોરબીથી પકડાયેલા કરોડો રૂપિયાની કિંમતના હેરોઇનના કેસમાં દિવસે - દિવસે ધરપકડનો આંકડો વધી રહયો છે ત્યારે ગુજરાત એટીએસે વધુ ૪ આરોપીની ધરપકડ કરી મોરબી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યાનુ સૂત્રો જણાવી રહ્યા છે. કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયા બાદ એટીએસ ટિમ દ્વારા પંજાબ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં તપાસનો દૌર લંબાવી દિલ્હી ખાતેથી અગાઉ એક નાઇજિરિયન શખ્સ અને સલાયાના યુવાનને દબોચી લીધા બાદ હેરોઇન પ્રકરણમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના હાજી દાઉદ સંધાર, મહેબુબ હાજી સંધાર, જામનગરના રહીમ ઉર્ફે હાજી અકબર નોડે તથા મૂળ નાઇજીરીયા અને ન્યુ દિલ્હીમાં રહેતા માઇકલ યુગોચુકો ક્રિશ્ચીયનને ઝડપી લીધા છે. વધુમાં નાઇજિરિયન શખ્સ માઇકલે દિલ્હીથી આંગડિયામાં ૩૦ લાખ રૂપિયા હેરોઇનની ડિલીવરી માટે ઇશા રાવને મોકલ્યા હોવાનું પણ ખુલવા પામ્યું છે. આ ચકચારી પ્રકરણમાં એટીએસ ટીમે મોરબી કોર્ટમાંથી આરોપીઓના દસ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..