મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કે. પી. ચીખલીયાની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત માળીયા (મી.) : માળિયા (મીં.) તાલુકામાં તાજેતરમાં થયેલા માવઠાથી ઉભા પાકને થયેલ નુકસાનીનો તાત્કાલીક સર્વે કરાવી ખેડૂતોને સહાય ચૂકવવા મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ પ્રેમજીભાઈ ચીખલીયાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે હાલમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં માવઠું થયેલ જેની અસર મોરબી જિલ્લામાં પણ થઈ હતી. મોરબી જિલ્લાના માળીયા (મીં.) તાલુકામાં અંદાજે એકથી દોઢ ઈંચ જેટલો માવઠાથી વરસાદ થયેલ છે. આ માવઠાને કારણે ખેડૂતોના મગફળી, કપાસ જેવા ઉભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. જેથી ખેડૂતોની વેદનાને ધ્યાને લઇ આ અંગે તાત્કાલીક સર્વે કરાવી ખેડૂતોને વળતરરૂપ સહાય ચૂકવવા માંગ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..