અડગ ચેરી. ટ્રસ્ટની મુખ્યમંત્રીને લેખિત રજૂઆત મોરબી : હળવદ સહિત કચ્છના નાના રણમાં અગરિયાઓને કમોસમી વરસાદથી નુકસાન થવા પામ્યું છે. આ નુકસાનીનું વળતર ચૂકવવા અડગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે. હળવદ ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆતમાં અગરિયાઓની મુશ્કેલીઓ અંગે જણાવ્યું છે કે થોડા સમય પહેલા તાઉતે વાવાઝોડા જેવી કુદરતી આફતમાં કચ્છના નાના રણમાં રહી મીઠું પકવતા તમામ અગરિયાઓને ખૂબ જ નુકસાની વેઠવી પડી છે.જેનું વળતર હજી સુધી ચૂકવાયું નથી ત્યાં પડ્યા પર પાટું સમાન કચ્છના નાના રણમાં કમોસમી વરસાદે અગરિયાઓની હાલત કફોડી બનાવી છે. કમોસમી વરસાદથી અગરિયાઓને ગાળા કામ, સોલાર પેનલ મોનોબ્લોક સ્ટાટર તેમજ અન્ય સાધનોને નુકશાની પહોંચી છે. તેમજ રણમાં પાણી ભળી જવાથી કોઈપણ પ્રકારનું કામ કરી શકાય તેવી સ્થિતિમાં રહ્યા નથી.હાલમાં મીઠાના અગરો માં પાણી ભરાઈ જવાને કારણે આજીવિકા ખોવાઈ ગઈ છે. આથી આ અંગેનો તાત્કાલીક સર્વે કરી વહેલામાં વહેલી તકે વળતર ચૂકવવા રજૂઆત કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..